¡Sorpréndeme!

ગોરખીજડીયામાં દેશી દારૂની કોથળીઓ વેચવા આવેલા બૂટલેગરને થાંભલા સાથે બાંધી લોકોએ માર માર્યો

2019-06-05 689 Dailymotion

મોરબી: મોરબીના ગોરખીજડીયા ગામે આજે સવારે ગામની આસપાસમાં ખેતીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરોને દેશી દારૂ વેચવા માટે આવેલા એક બૂટલેગરને લોકોએ પકડીને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો ત્યારબાદ ગ્રામજનોએ આ બૂટલેગરને પોલીસને સોંપ્યો હતોગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ બૂટલેગર જ્યારે સવારે ગામમાં દારૂની સપ્લાય કરવા આવ્યો હતો ત્યારે ગામની મહિલાઓ ગામની બહાર ઘરનો કચરો ફેંકવા માટે જઇ રહી હતી ત્યારે બૂટલેગરે મહિલાઓ સામે કપડા કાઢી નાંખ્યા હતા આથી ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને આ શખ્સને પકડીને થાંભલા સાથે બાંધી દીધો હતો અને હાથમાં રહેલા થેલાને ખોલવામાં આવતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ નીકળી હતી