પાલનપુર:શહેરના એક ક્લાસિસ સંચાલકે પોતાના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને લઇ શહેરની કલેક્ટર કચેરીના બગીચામાં જ ટ્યૂશન ક્લાસિસ શરૂ કરી દીધા હતા પરંતુ ૩ દિવસ ટ્યૂશન ક્લાસિસ ચલાવ્યા બાદ કલેક્ટર કચેરીના બગીચામાં આટલા વિદ્યાર્થીઓને ભેગા કરવા તે ગુનો બને છે તેવી જાણ થતાં વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તેને લઈ સંચાલકે પોતાના ટ્યૂશન ક્લાસિસના કલેક્ટર કચેરીના બગીચાની જગ્યાએ આજથી શહેરના માનસરોવર રોડ નજીક આવેલા હિન્દુ સમાજના સ્મશાન ગૃહના કમ્પાઉન્ડમાં શરૂ કરી દીધા છે