ધોરાજી: ધોરાજીમાં ડોબાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રીય દલિત મહાસંઘ અને સમસ્ત મેઘવાર સમાજના સહયોગથી દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સમાજના 11 વરરાજાઓને ઘોડી પર બેસાડી ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો વરઘોડો ધોરાજીના ગેલેક્સી ચોકથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો અને બાદમાં લગ્નસ્થળે પહોંચ્યો હતો