ધારી: ધારી ગીર પૂર્વની સરસીયા રેંજના માલસિકા ગામે ગતરાત્રે વાડીમાં રમતી એક ત્રણ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહીં દોડી ગયો હતો અને દીપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા હતા 3 વર્ષની પૌત્રીને દીપડાના જડબામાંથી છોડાવવા દાદીએ દીપડાને પકડી રાખ્યો અને એવી બૂમ પાડી કે દીપડાએ નાસી છૂટવું પડ્યું હતું બાળકી પર દીપડાના હુમલાની આ ઘટના ધારીના માલસિકા ગામે બની હતી