¡Sorpréndeme!

તક્ષશિલામાં ફાયર સેફ્ટીની તપાસ ન કરી ગુનાહિત બેદરકારી દાખવનાર બે અધિકારીની ધરપકડ

2019-05-31 1,222 Dailymotion

સુરત: તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવનારા બે અધિકારીની ધરપકડ કરી છે બીજી બાજુ ગુરુવારે દિવસ દરમિયાન મનપાના બે ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીની વિસ્તૃત પૂછપરછ કરાઇ હતી એક તબક્કે ખુદ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર પહોંચ્યા હતા અને લગભગ એકાદ કલાક સુધી મનપાના અધિકારીની પૂછપરછ કરી હતી સમગ્ર ઘટનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને કેન્દ્રમાં રાખી પોલીસે આ દિશામાં પણ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે