¡Sorpréndeme!

જેડીયુ એ મંત્રી પદ આપવાના બીજેપીના પ્રસ્તાવને ફગાવી દીધો

2019-05-30 5,831 Dailymotion

નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત અન્ય નેતાઓએ પણ શપથ લીધા હતા આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એનડીએમાં સામેલ પોતાના દરેક દળોને એક-એક મંત્રી પદ આપવાની જાહેરાત કરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુને આશા હતી કે તેમને ત્રણ મંત્રી પદ મળશે, 2 કેબિનેટ અને 1 રાજય મંત્રી જોકે બીજેપીએ માત્ર એક જ કેબિનેટ મંત્રી જેડીયુને ઓફર કર્યા છે જયારે અપના દળની અનુપ્રિયા પટેલને ફોન આવ્યો નથી

એક તરફ જેડીયુ એ મંત્રી પદ આપવાના બીજેપીના પ્રસ્તાવને ફગાવી દીધો છે, તો બીજી તરફ અપના દલની અનુપ્રિયા પટેલને મંત્રી બનાવવા માટે કોઈ ફોન આવ્યો નથી અપના દળના અધ્યક્ષ આશીષ પટેલ તેની પુષ્ટિ કરી છે તે મંત્રી પદની શપથ લેશે નહિ જોકે અનુપ્રિયા પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા પહોંચી ગઈ છે આ પહેલાના મોદી મંત્રીમંડળમાં અનુપ્રિયા પટેલને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી બનાવવામાં આવ્યા હતા