સેન્ટ્રલ હોલમાં આયોજીત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએની બેઠક બાદ દરેક સાંસદોને મળીને તેમનુંઅભિવાદન કરી રહ્યા હતા વારાફરતી સામે આવી મોદીને શુભકામનાઓ આપતા દરેક સાંસદને વડાપ્રધાન પણ હસતા ચહેરે હાથ જોડીનેઆભાર વ્યક્ત કરતા હતા જો કે જ્યારે મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પરથી જીતીને સાંસદ બનેલા સાધ્વી પ્રજ્ઞા તેમની સામે પહોંચ્યાં હતાં ત્યારેવડાપ્રધાને તેમની સામેથી મોંઢુ ફેરવી લઈને આગળ વધવા માટે ઈશારો પણ કર્યો હતો આ સમયે મોદી પણ થોડા અસ્વસ્થ દેખાયા હતા તો સામેસાધ્વીની બોડી લેંગ્વેજ પણ એવી જ હતી, તેઓ પણ બાદમાં ચૂપચાપ આગળ વધી ગયાં હતાં