¡Sorpréndeme!

સનકી મુસાફરે ફ્લાઈટમાં જ સિગારેટ સળગાવી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો

2019-05-25 529 Dailymotion

સ્પિરિટ એરલાઈન્સની મિનેપોલિસ જતી ફ્લાઈટમાં મહિલા મુસાફર સહિત અન્ય લોકોને પણ એક કડવો અનુભવ થયો હતો જેનો વીડિયો રેકોર્ડકરીને તેણે સોશિયલ મીડિયામાં શેર કરતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો આ મહિલાની બાજુમાં બેઠેલા એક વયસ્ક પેસેન્જરે તેના પોકેટમાંથીસિગારેટ કાઢીનેહાથમાં લેતાં તે ચમકી હતી તે સમજી ગઈ હતી કે આ સનકી મુસાફરનો ઈરાદો ત્યાં જ સિગારેટ પીવાનો છે તેના હાથમાંલાઈટર જોઈને તેને નવાઈ લાગી હતી કેમ કે પ્લેનમાં સુરક્ષાના કારણોસર કોઈ પણ પ્રકારની જ્વલનશીલ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ હોય છેતેને નવાઈ એ જ લાગી હતી કે કડક સુરક્ષાનો દાવો કરતી એરલાઈન્સમાં કોઈ મુસાફર લાઈટર લઈને કઈ રીતે આવી શકે જો કે તરત આ
ઘટનાની જાણ ફ્લાઈટના સ્ટાફને કરાતાં તેમણે તે મુસાફરની પાસેથી ગેરકાયદે કહી શકાય તેવું લાઈટર અને સિગારેટ પણ કબજે કરી હતીમળતી માહિતી મુજબ પ્લેન લેન્ડ થતાં જ પોલીસે પણ આ મુસાફરની અટકાયત કરી હતી