¡Sorpréndeme!

દેશમાં ફરી મોદી સરકાર, ઇતિહાસ રચનારનો કમાલ તેમના જ શબ્દોમાં

2019-05-23 1,194 Dailymotion

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે રુઝાનમાં NDAએ ફરી એક વખત ઐતિહાસિક બહુમતીથી તરફ આગળ વધી રહ્યાં છે ફરી એક વાર નરેન્દ્ર મોદી ઐતિહાસીક બહુમતી સાથે સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે કેન્દ્રના રાજકારણમાં જે દિવસથી નરેન્દ્ર મોદીએ એન્ટ્રી કરી છે ત્યારથી તેઓ સતત જીત મેળવી રહ્યા છે 2014માં પહેલીવાર સંપૂર્ણ બહુમત મેળવનાર બીજેપી હવે 2019માં મોદી સુનામીમાં તેનાથી પણ મોટી જીત મેળવવા તરફ આગળ વધી રહી છે આ જીત એટલી વિશાળ છે કે, તેમણે 1984માં રાજીવ ગાંધીના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે બીજેપીના ઈતિહાસની વાત કરીએ તો તેણે એક સમયે દેશમાં 2 સીટ પર જીત મેળવવાથી શરૂઆત કરી હતી અને આજે તેમણે એકલાના દમ પર 300થી વધુ સીટ પર જીત મેળવી લીધી છે ત્યારે એક નજર વડાપ્રધાનના અત્યાર સુધીના શાનદાર અંદાજ પર