¡Sorpréndeme!

મોદીની જીતની અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ખુશીની લહેર છવાઈ, ઉત્સાહભેર ઉજવણી કરી

2019-05-23 2,131 Dailymotion

અમદાવાદ: હાલ લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને કેન્દ્રમાં ફરીવાર મોદી સરકાર બનવાનું નિશ્ચિત થઈ ગયું છે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશના કેટલાક રાજ્યોમાં તો ફાઈનલ પરિણામ પહેલા જ જીતની ઉજવણીઓ કરવામાં આવી રહી છે દિલ્હીમાં ફરીવાર બે ગુજરાતી એવા અમિત શાહ અને મોદીની સત્તા આવી રહી હોવાથી દેશ બહાર વસતા ગુજરાતીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે અમેરિકાના શિકાગોમાં ગુજરાતીઓએ એક દિવસ પહેલાથી જ ઉજવણી ચાલુ કરી દીધી હતી આજે સવારથી પરિણામોનો ટ્રેન્ડ શરૂ થતાં જ મોદી સમર્થક ગુજરાતીઓએ ઉજવણી શરૂ કરી દીધી છે હાલ વિદેશમાં વસતા ગુજરાતીઓ ફેસબુક પર લાઇવ કરી ડાન્સ, ગરબા અને ઢોલના તાલે નાચતા જોવા મળ્યા છે