¡Sorpréndeme!

અમદાવાદમાં વેચાતા દારૂ-ગાંજાનો મામલો, દારૂનું દૂષણ દૂર કરવા તમારે પ્રયાસો કરવા પડશે: ગૃહ રાજ્યમંત્રી

2019-05-23 900 Dailymotion

અમદાવાદઃશહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સામે માત્ર 50 મીટર દૂર રામદેવનગરમાં આવેલા અમરા મુખીના આવાસમાં 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી બહાવરી સમાજના 5 હજાર પરિવાર વસવાટ કરે છે તેમાંથી ઘણા પરિવારના પુરુષો, યુવાનો અને બાળકો દારૂ અને ગાંજાની લત છે કેટલાક તો દારૂ અને ગાંજો પણ વેચે છે અહીં ઘણા વર્ષથી દારૂ અને ગાંજો વેચાય છે આ ગેરકાયદે ધંધા પર પોલીસની પણ ક્યાંકને ક્યાંક રહેમનજર હોવાનું પ્રસ્થાપિત થયું છે, ત્યારે બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનની સામે રહેતા ઝૂંપડા વાસીઓએ રેલી કાઢીને વિરોધ પ્રગટ કર્યો હતો આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ વિસ્તારની પીડિતોને મળવા આવ્યા હતા આ દરમિયાન પ્રદિપસિંહે કહ્યું કે, સરકાર દારૂ માટે કડક કાયદો કરે અને અમલ કરે પણ તેની સાથે સાથે જન જાગૃતિ લાવી ઘર ઘરમાંથી દારૂનું વ્યસન દૂર કરાવવા તમારે પણ પ્રયાસો કરવા પડશે