¡Sorpréndeme!

પિતા-પુત્રની હત્યાના વિરોધમાં દલિતોએ રસ્તા રોકો આંદોલન કર્યું, જીજ્ઞેશ મેવાણી ક્લેકટરને આવેદનપત્ર આપશે

2019-05-22 809 Dailymotion

રાજકોટ:કોટડા સાંગાણીના માણેકવાડા ગામમાં યુવકની ગત મોડી રાત્રે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે એક વર્ષ પહેલા પિતાની હત્યા કરવામાં આવી હતી જે બાદ આજે પુત્રની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર રાજેશ સોંદરવાની ગત રાતે અજાણ્યાએ શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી આ સમગ્ર મામલે રાજકોટમાં દલિતોએ હોસ્પિટલ ચોક ખાતે રસ્તા રોકો આંદલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જેને લઈ રસ્તા પર ટ્રાફિક સર્જાયો હતો અને હોસ્પિટલ ચોક બંધ કરવાની ફરજ પડી છે હાલ DYPS સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને સમગ્ર ઘટના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે