¡Sorpréndeme!

રામોલમાં હત્યાનો બદલો લેવા હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા યુવાનની હત્યા

2019-05-22 1,995 Dailymotion

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર ગેંગ વોરની ઘટના સામે આવી છે રામોલ વિસ્તારના જનતાનગરમાં ગઇકાલે રાત્રે બે ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં એક યુવાનની સરાજાહેરમાં હત્યા કરવામાં આવી હતી જેની અદાવતમાં હુમલો કરનારના ભાઇ પર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં પોલીસ પ્રોટેક્શન સાથે ખસેડવામાં આવ્યો હતો દરમિયાન એલજી હોસ્પિટલમાં 25થી 30 માણસોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને સારવાર માટે લાવેલા યુવક પર હુમલો કર્યો હતો ટોળાથી બચવા યુવક સિટીસ્કેન વિભાગમાં ભાગ્યો હતો પોલીસે તેને બચાવવા દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ ટોળાએ દરવાજો ખોલી અંદર પ્રવેશી યુવકને બહાર લાવી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી હત્યાના બદલામાં હત્યાની ઘટનાને પગલે રામોલ પોલીસે તેમજ મણીનગર પોલીસે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી છે