જૂનાગઢ:વિસાવદરનાં ડેડકડી રેન્જનાં ભાલછેલ રાઉન્ડમાં કડેલી નેસ પાસેના જંગલમાં નાગરાજ છેલ્લા 10 દિવસથી બિમાર હતો દુધાળા નેસનાં માલધારીઓ માલઢોર સાથે ચરિયાણમાં જતા ત્યારે નાગરાજને આજ વિસ્તારમાં જોતા જો કે આજે નાગરાજને સૂતેલો અને હલનચલન ન કરતો જોવા મળતા માલધારીઓને શંકા ગઈ હતી જેથી તેમને વનવિભાગને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક ન થતાં તેઓએ જૂનાગઢ ડીસીએફને જાણ કરી હતી આથી વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ કરતા નાગરાજનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું