¡Sorpréndeme!

હરીનગર બ્રિજ નીચે મહિલા રહસ્યમય રીતે સળગી ઉઠી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

2019-05-21 900 Dailymotion

વડોદરાઃવડોદરા શહેરના ગોત્રી હરીનગર બ્રિજ નીચે આજે સવારે એક મહિલા રહસ્યમય રીતે સળગી ઉઠી હતી આગની લપેટમાં આવી ગયેલી મહિલાની મરણચીસો સાંભળી સ્થાનિક લોકો તુરંત જ દોડી ગયા હતા અને હાથમાં જે સાધન મળ્યું તેનાથી મહિલા ઉપર લાગેલી આગ ઉપર પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું