¡Sorpréndeme!

રાજ્યપાલને પત્ર લખીને ફ્લોર ટેસ્ટની માગ કરશે BJP, કહ્યું- કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયાર

2019-05-20 1,098 Dailymotion

લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળવાની સંભાવનાઓ વચ્ચે મધ્યપ્રદેશ ભાજપે રાજ્યપાલને પત્ર લખીને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું કે, અહીં ઘણા બધા મુદ્દાઓ છે કોંગ્રેસ ધારાસભ્ય તેમની પાર્ટીથી ખુશ નથી તેઓ પાર્ટી છોડવા માટે તૈયાર છે જેનાથી સરકાર પાસે બહુમતી નહીં રહે

ભાર્ગવે આજે મીડિયાને કહ્યું કે, દરેક સર્વેક્ષણમાં કેન્દ્રમાં એનડીએ સરકાર નક્કી છે નવા પરિપ્રેક્ષ્યમાં મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને 29માંથી 26-27 બેઠકો મળવાની શક્યતાઓ છે આ જનમત રાજ્ય સરકારની વિરોધમાં આવ્યો છે અને તેનાથી સરકારને ટૂંક સમયમાં વિધાનસભાનું સત્ર બોલાવીને વિશ્વાસ સાબિત કરવો જોઈએ