¡Sorpréndeme!

મહિલા બસ ડ્રાઇવરની ચાલાકીએ બચાવ્યો ટીનેજનો જીવ, ભયંકર અકસ્માત થતાં ટળી ગયો

2019-05-17 1,647 Dailymotion

ન્યૂ યોર્કનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા ડ્રાઇવર ચાલતી બસમાંથી એક ટીનેજનો જીવ બચાવે છેઆ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા છે વીડિયોમાં દેખાય છે કે એક ટીનેજ બસમાંથી ઉતરવા જઈ રહ્યો હોય છે પરંતુ તેને ખબર નથી હોતી કે પાછળથી એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી છે ટીનેજ જેવો ઉતરવા જાય છે કે બસની ડ્રાઇવર તેને પાછળથી ખેંચી લે છે અને કાર ત્યાંથી નીકળી જાય છે આ રીતે એક ભયંકર એક્સિડન્ટ થતાં ટળી જાય છે આ ઘટના એપ્રિલ 2019ની છે પરંતુ વીડિયોને ગુરૂવારે ઓનલાઇન જાહેર કરાતા સોશિયલ મીડિયા પર તે શેર થઈ રહ્યો છે જેમાં લોકો મહિલા ડ્રાઇવરના વખાણ કરી રહ્યા છે