¡Sorpréndeme!

સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત ગણાવ્યા, કહ્યું- આતંકી કહેનારા પોતાની અંદર એક ડોકિયું કરી લે

2019-05-16 3,280 Dailymotion

ભોપાલથી ભાજપની ઉમેદવાર અને માલેગાવ બ્લાસ્ટમાં જામીન પર બહાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત જાહેર કરી દીધો છે અભિનેતા કમલ હાસનના પહેલા હિન્દુ આતંકવાદીવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકરે કહ્યું કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને રહેશે ગોડસેને આતંકવાદી કહેનારા લોકોને પોતાનામાં પણ એક નજર કરી લેવી જોઈએ આવા લોકોને જનતા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે મહત્વનું છે કે, નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ ગોડસેને ફાંસીની સજા આપવામાં આવી હતી