¡Sorpréndeme!

દિલ્હી પોલીસે જૈશના આતંકીને દબોચ્યો, 2007થી ફરાર અબ્દુલ મજીદ પર 2 લાખનું ઈનામ હતું

2019-05-14 411 Dailymotion

નવી દિલ્હીઃદિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના ફરાર આતંકીને શ્રીનગરથી પકડી પાડ્યો છે આ આતંકી પર બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું દિલ્હી પોલીસે જણાવ્યું જમ્મુ કાશ્મીરના સોપોર જિલ્લાના માગરેપોરા ગામનો રહેવાસી આતંકી અબ્દુલ મજીદ બાબા અંગે ગુપ્ત માહિતી મળી હતી જે બાદ પોલીસે તેને ટ્રેક કરીને પકડી લીધો છે આતંકી એક મામલામાં વોન્ટેડ હતો અને દિલ્હી હાઈકોર્ટે તેના વિરૂદ્ધ બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યુ હતું દિલ્હી પોલીસની ટીમ શ્રીનગરમાં તેને શોધી પાડવામાં સફળ રહી અને તેની ધરપકડ કરી છે આતંકીને શ્રીનગર સીજેએમની સમક્ષ રજૂ કરવામાં આવશે જે બાદ રિમાન્ડ માટે દિલ્હી લઈ જવાશે