રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ આજે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે મહેશ વસાવાની અટકાયત કરતા ધારાસભ્યના ટેકેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવવાનો બીટીપીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો