¡Sorpréndeme!

વડોદરામાં અમદાવાદ-જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ લઈને મુસાફર ચડ્યો હોવાની માહિતીથી દોડધામ

2019-05-12 229 Dailymotion

વડોદરાઃ અમદાવાદ - જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ લઇને કોઇ મુસાફર ચઢ્યો હોવાની માહિતીના પગલે રેલવે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચેલી ટ્રેનમાં બોમ્બ સ્ક્વોડને સાથે રાખી તપાસ કરી હતીવડોદરા રેલવે પોલીસને બપોરે વડોદરા સ્ટેશન ઉપર આવતી અમદાવાદ-જમ્મુતાવી એક્સપ્રેસમાં બી-ફોર કોચની 65, 67 નંબર ઉપર કોઇ મુસાફર બોમ્બ લઇને મુસાફરી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી રેલવે પોલીસને માહિતી મળતા રેલવે પોલીસ, રેલવે એલસીબી અને આરપીએફ રેલવે સ્ટેશન ઉપર એલર્ટ થઇ ગઇ હતી