¡Sorpréndeme!

1559 વખત પ્રયત્નો પછી બનાવ્યું એવું ડ્રોન જેના પર બેસીને ઉડી પણ શકાય

2019-05-12 751 Dailymotion

ચાઈનાના 41 વર્ષીય ઝાઓએ એવી અદભુત શોધ કરી હતી જેની સમગ્ર દુનિયાએ નોંધ લીધી છે હુનાન પ્રાંતના ચાંગશાના વતની એવા ઝાઓએતેમના ચાલક સાથે ઉડતા ડ્રોનને બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે નોકરી પણ છોડી દીધી હતી તેમણે આ શોધ પણ એક બે નહીં પૂરા 1559પ્રયત્નો કર્યા બાદ કરી હતી તેઓ જેટલી વાર નિષ્ફળ થયા તેટલી વાર હાર માન્યા સિવાય બમણા જુસ્સા સાથે નવી શરૂઆત કરતા રહ્યા હતાતેમને આ આઈડિઆ પણ બાળપણમાં જ આવ્યો હતો જ્યારે તેમણે કાર્ટૂનમાં એક કેરેક્ટરને ફ્લાઈંગ બાઈક ચલાવતા જોયું હતું બસ પછી ઝાઓમાટે આ પ્રકારનું ઉડતું વાહન એક એવી ફેન્ટસી બની ગયું હતું જેને સાકાર કરવા તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા આ માટે તેમણે જોબ
તો છોડી જ હતી સાથો સાથ તેમનો ફ્લેટ પણ વેચી માર્યો હતો આજે હવે તેમના આ ફ્લાઈંગ બાઈક જેવા ચાલક સાથે જ ઉડતા ડ્રોનને નિહાળવામાટે ભારે સંખ્યામાં લોકો આવે છ