¡Sorpréndeme!

આ કસરતથી બાળક ફિટ રહેશે, બીમારીઓ પણ દૂર ભાગશે

2019-05-11 1,193 Dailymotion

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ બાળકોની તંદુરસ્તી માટે એક સરસ વીડિયો શેર કર્યો છે ખેતસીભાઈના મતે બાળકો ઘરની શોભાની સાથે દેશનું ભવિષ્ય છે, એમને લાડની સાથેસાથે સંસ્કારની પણ એટલી જ જરૂર છે ખેતસીભાઈ કહે છે કે, બાળકોને નાની ઉંમરથી જ કસરત રૂપી સંસ્કાર આપવા જોઈએ આ માટે તેમણે બાળકો કરી શકે તેવી કસરતો પણ કરીને બતાવી છે બાળકો આ સામાન્ય કસરતો ઘરે જ કરી શકે છે આવી કસરતો કરવાથી બાળક ફિટ રહે છે અને તેનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે આવી કસરતો કરવાથી બાળક માનસિક રીતે પણ મજબૂત બને છે અને બીમારીઓથી દૂર રહે છે