છોટાઉદેપુર: બોડેલી તાલુકાના છત્રાલી ગામના પાયાના શિક્ષણને સુધારવા માટે શિક્ષકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે વેકેશન દરમિયાન શિક્ષણ આપવા માટે
શિક્ષક ઘરે-ઘરે ઢોલ નગારા સાથે બાળકોને બે કલાક શાળાએ ભણવા મોકવા માટે વાલીઓને સમજાવે રહ્યાં છે શિક્ષકના આ કાર્યમાં ગામના સરપંચ અને
ગ્રામજનો પણ જોડાયા છે બાળક વેકેશનમાં કાચા રહેલા અભ્યાસને પાકો કરી આગળ સારું ભણી શકે તે માટે શિક્ષકે આ અભિયાન હાથ ધર્યું છે