¡Sorpréndeme!

શીખ વિરોધી રમખાણ પર પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન, વિવાદ બાદ માફી માગી

2019-05-11 506 Dailymotion

કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધીના ગૂરૂ મનાતા સેમ પિત્રોડાના 1984 શીખ વિરોધી રમખાણ અંગેના નિવેદનથી વિવાદ સર્જાયો છેપિત્રોડાએ મીડિયા સાથેની વાતચીતમાં બોલતી વખતે બાફ્યું અને કહી દીધું કે "શીખ વિરોધી રમખાણો થયા તો થયા,નરેન્દ્ર મોદી પાંચ વર્ષનો હિસાબ આપે'આ નિવેદનથી વિવાદ થતા રાહુલે ખુદ સામે આવવું પડ્યું અને કહ્યું કે કોંગ્રેસ શીખ વિરોધી રમખાણના સમર્થનમાં નથી અને પિત્રોડા માફી માગેપિત્રોડાએ એમ કહી માફી માગી કે તેઓનું હિંદી નબળું છે માટે ખોટું અર્થઘટન થયું છે પણ મને માફ કરોજોકે મોદીએ ત્યાં સુધીમાં તો કોંગ્રેસ પર નિશાન સાધવાનો મોકો ઝડપી લીધો હતો