¡Sorpréndeme!

બાવળામાં હત્યા કરાયેલી મિત્તલના પરિવારને ગર્ભવતી નસરીનની ડેડ બોડી સોંપાઈ, દફનવિધિ પણ થઈ ગઈ

2019-05-10 1,104 Dailymotion

અમદાવાદ: અમદાવાદની વાડીલાલ સારાભાઈ (વીએસ) હોસ્પિટલના શબઘરમાં મૃતદેહોની અદલા-બદલી થઈ જવાનો અભૂતપૂર્વ છબરડો બહાર આવ્યો છે બે દિવસ અગાઉ બાવળામાં ભરબજારે જેની હત્યા થઈ હતી તે મિતલ વાઘેલાના મૃતદેહને બદલે હોસ્પિટલના સ્ટાફે નસરીનબાનૂ નામની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો હતો મિતલના પરિવારે નસરીનબાનૂના પેક કરાયેલા મૃતદેહને ધોલેરા પાસે તેમના પૈતૃક ગામે લઈ જઈ દફનાવી પણ દીધો હતો હવે જ્યારે શુક્રવારે નસરીનના પરિવારજનો તેના મૃતદેહને કર્ણાટક મોકલવાની વ્યવસ્થા થઈ જતાં વીએસ હોસ્પિટલમાં તેને લેવા પહોંચ્યા ત્યારે નસરીનનો મૃતદેહ ગાયબ હતો આ અંગે તેમણે હોબાળો મચાવતા આ આખા છબરડાનો ભાંડો ફૂટ્યો હતો