સુરતઃવરાછાની વર્ષા સોસાયટીમાં આવેલ જીવન જ્યોત હોસ્પિટલમાં આજે સવારે હેલ્થ કેર વિભાગની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી છાપો માર્યો હતો જેમાં હેલ્થ કેરની ટીમને મોટી સફળતા મળી હતી હેલ્થ કેર વિભાગની ટીમે હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કરાયુ હતું જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે તબીબની અટકાયત પણ કરી છે બનાવને પગલે હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે