¡Sorpréndeme!

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અરજણસુખમાં પાણીનો પોકાર, મહિલાઓ રણચંડી બની

2019-05-09 407 Dailymotion

અમરેલી: વિધાનસભામાંવિરોધપક્ષનાનેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર એવા અમરેલીના અરજણસુખમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે ત્યારે પાણી મુદ્દે આજે મહિલાઓ રણચંડી બની હતી અને સરપંચના ઘરે ધામા નાખ્યા હતાં મહિલાઓએ સરપંચના ઘરે 'પાણી આપો પાણી આપો'ની ધૂન બોલાવી ઘેરાવો કર્યો હતો મહત્વનું છે કે છેલ્લા 3-3 મહિનાથી લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું છે જેથી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી સુધી જઈ વિરોધ કરીશું