¡Sorpréndeme!

કડીના લ્હોર ગામમાં વરઘોડો કાઢવા બદલ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા દલિતોનો બહિષ્કાર, તપાસના આદેશ

2019-05-09 1,225 Dailymotion

મહેસાણાઃ કડીના લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે દલિત પરિવારે બે દિવસ પહેલા વરઘોડો કાઢતા આજે(9 મે) ગામ લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે તેમજ ગ્રામજનોએ બેઠક કરીને નક્કી કર્યું હતું કે જો ગામનો કોઈ વ્યક્તિ દલિતોને કોઈ વસ્તુ આપશે તો તેની પાસેથી રૂ 5,000નો દંડ લેવાશે પોલીસે જણાવ્યા મુજબ, આ કેસના ફરિયાદી મનુભાઈ ભીખાઈ ભાઈ પરમારના પુત્ર મેહુલ પરમારના લગ્ન હતા આ દરમિયાન તેનો વરઘોડો નીકળ્યા બાદ ગામના આગેવાનો અને સરપંચે તેનો વિરોધ કર્યો હતો તેમજ ગર્ભિત ચીમકી ઉચ્ચારતા કહ્યું કે તમે તમારી મર્યાદામાં રહો ત્યાર બાદ ગામના અન્ય સમાજના લોકો એકઠા થયા અને દલિતોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવી નહીં અને સારો વ્યવહાર કરશો તો 5 હજારનો દંડ થશે