¡Sorpréndeme!

પ્રેમિકાની હત્યા કર્યા બાદ માથું કરવતથી કાપી લાશ ફેંકી દેનાર પ્રેમીની ધરપકડ

2019-05-06 522 Dailymotion

અમરેલી: ગત તારીખ 4/11/18ના રોજ સાવરકુંડલા પાલિકાના ડમ્પીંગ સ્ટેશનની બાજુમા એક ખાડામાથી અજાણી સ્ત્રીની માથા વગરની લાશ મળી આવી હતી કોઇએ હત્યા કરી આ મહિલાની લાશ અહી ફેંકી દીધી હતી આશરે 25થી 30 વર્ષની ઉંમરની મહિલાના શરીર પર જુદા-જુદા ત્રાજવા ત્રોફાવેલા હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી પોલીસને બાતમીદારો મારફત જાણવા મળ્યું હતુ કે સાવરકુંડલામા બોઘરીયાળી જવાના રસ્તે કાનો નામનો એક વ્યકિત રહેતો હતો જે હત્યાની ઘટના બાદ ગુમ છે તપાસમા એવુ પણ ખુલ્યું હતું કે આ શખ્સ કાનો ઉર્ફે કાનજી ભીખાભાઇ ગોઠડીયા હતો અને તેની સાથે સોનલ નામની એક યુવતી રહેતી હતી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો કાનાએ સોનલનું માથુ કરવત કાપી લાશ ફેંકી દીધી હતી