રાયપુરના બલૌદાબજારની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં અંગત અદાવતમાં યુવકોએ બે લક્ઝરી કારને આગ ચાંપી દીધી હતી ઘરની બહાર પાર્ક કરેલી કાર પર પહેલાં એક શખ્સે કેરબામાંથી પેટ્રોલ છાંટ્યું હતું પછી બીજા શખ્સે દિવાસળી ચાંપતાં જ કાર ભડભડ સળગવા લાગી હતી સવાર સુધીમાં બંને કાર બળીને ખાક થઈ ગઈ હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજના આધારે કસડોલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે