ચક્રવાત ફેની ખડગપુરને પાર કરી પશ્ચિમ બંગાળ પહોંચ્યુ કેન્દ્રિય અને રાજ્યની એજન્સીઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે આજે સાંજે વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચવાની સંભાવના છે હવામાન વિભાગ અનુસાર, ફેની વાવાઝોડું પશ્ચિમ બંગાળના ખડગપુર વિસ્તારોને પાર કરીને ઉત્તર-પૂર્વ દિશામાં 90 કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે આ દરમિયાન અનેક વૃક્ષો ઉખડી ગયા છે કોલકત્તા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે હવે વાવાઝોડું બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે ફાનીને બાંગ્લાદેશનું સૌથી ભીષણ ચક્રવાત ગણવામાં આવે છે આ દરમિયાન માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી છે