¡Sorpréndeme!

ડિઝાઈન ઈન્સ્ટિ.ના સંચાલકની કારમાં દારૂ મુકી પોલીસને જાણ કરી, CCTVમાં ષડયંત્રનો ખુલાસો

2019-05-04 1,291 Dailymotion

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકને ફસાવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે 4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે રેડ કરતા કારમાંથી દારૂ ઝડપાયો હતો પરંતુ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં ચાર શખ્સો સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલકની કારમાં દારૂ મુકતા જોવા મળ્યા હતા જેને પગલે પોલીસે ષડયંત્રકારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે