ચક્રવાતી વાવાઝોડું ફેની શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યે ઓરિસ્સાના પુરી કાંઠે અથડાયું, આ કારણે અનેક મકાનોને નુકસાન થયું છે હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે જે સમયે વાવાઝોડું પુરી કાંઠી અથડાયું ત્યારે પવનની ગતિ 175 કિમી પ્રતિ કલાક હતી કેટલાંક સ્થાને આ 200 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી હવે તે બંગાળ તરફ આગળ વધી રહ્યું છે કોલકાતામાં વરસાદ શરુ થઈ ગયો છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની બે દિવસની તમામ ચૂંટણી સભાઓ રદ કરી દીધી છે