અમેરિકાના બાલ્ટીમોર રાજ્યમાં આવેલાં મેરીલેન્ડની એક હોસ્પિટલમાં ડ્રોન દ્વારા કિડની મોકલવામાં મોટી સફળતા મળી છે ડ્રોને 5 કિમી નું અંતર ફક્ત 10 મિનિટમાં કાપીને કિડની પહોંચાડી હતી જે કિડનીને 44 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ મેડિકલ સેન્ટરના ડોક્ટર્સે જણાવ્યું હતું કે બાલ્ટીમોરની મહિલા 8 વર્ષથી ડાયાલિસિસ પર હતી જેને કિડની મળવાથી એક નવું જીવન મળ્યું છે