¡Sorpréndeme!

ગૌપ્રેમી વ્યક્તિના અવસાન બાદ બેસણામાં તેના ફોટો પાસે રોજ ગાય આવીને આંસુ સારે છે

2019-05-02 6,313 Dailymotion

જૂનાગઢ:કેશોદમાં મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો અનોખો પ્રેમ જોવા મળ્યો હતો કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના અવસાન બાદ તેમના બેસણામાં દરરોજ એક ગાય આવે છે દરરોજ દુખ વ્યક્ત કરવા આવતા સ્વજનો સાથે આ ગાય પણ ઉકાભાઈના કોઈ પરિવારજન હોય તેમ દરરોજ ઉકાભાઈના ફોટા પાસે આવીને જાણે કલ્પાંત કરતી હોય તે રીતે બેસી જાય છે ઉલ્લેખનિય છે કે ઉકાભાઈ એક ગૌપ્રમી વ્યક્તિ હતા અને તેમના અવસાન બાદ એક ગાયના કલ્પાંતને લઈને પરિવારજનો પણ ભાવુક બન્યા છે