વડાપ્રધાનની અયોધ્યામાં રેલીને સપા-બસપા ગઠબંધન અનેકોંગ્રેસનાપ્રિયંકા ગાંધીકાર્ડથી બનેલા રાજકીય સમીકરણો તોડવા અને પૂર્વાંચલના રાજકીય વાતાવરણને ફરી મોદીમય કરીને બીજેપી માટે 2014 જેવા પરિણામનું પુનરાવર્તન કરવાની રાજકીય સ્ટ્રેટેજી માનવામાં આવે છે બીજેપીના રાષ્ટ્રવાદના એજન્ડા પ્રમાણે આ સભાથી હાર્ડ હિન્દુત્વનો મેસેજ પણ લોકોની સામે આવશે તેવું માનવામાં આવે છે મોદીએ અયોધ્યા અને આંબેડકર નગરની વચ્ચે ફૈઝાબાદના ગોસોઈગંજના મયા બઝાર વિસ્તારમાં ચૂંટણી સભા યોજી હતી