¡Sorpréndeme!

મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ નાપાસ થતાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

2019-05-01 519 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરની મેડિકલ કોલેજમાં ભણતી એમએસસર્જરીની ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ મંગળવારે સાંજે હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી દીધી હતી સોમવારે ત્રીજા વર્ષનું પરિણામ જાહેર થયું હતું જેમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યાનું અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું મૂળ મહેસાણાની વતની અને હાલ વડોદરા શહેરના કુબેર ભવન સામે આવેલી પીજી હોસ્ટેલમાં રહેતી રચના નીતિનભાઇ દેસાઇ (ઉવ27) મંગળવારે સાંજે હોસ્ટેલના બીજા માળે આવેલા 12 નંબરના પોતાના રૂમમાં નાઇલોનની દોરી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઇ લીધો હતો