¡Sorpréndeme!

રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખ બાદ પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું

2019-05-01 197 Dailymotion

અમરેલી: રાજુલા નગરપાલીકામાં અગાઉ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ 19 સદસ્યોએ બળવાખોરી કરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખને બેસાડ્યા હતા પરંતુ થોડા દિવસ પહેલા ઉપપ્રમુખે રાજીનામું આપ્યા બાદ પ્રમુખે પણ રાજીનામું ધરી દેતા અંદરખાને ખૂબ રંધાઇ રહ્યાનું સ્પષ્ટ થયું હતું જો કે પ્રમુખે રાજીનામાના પત્રમાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું રાજકીય ખેંચતાણ વચ્ચે રાજુલા પાલીકાના પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણીયાએ અંગત કારણોનું બહાનું આગળ ધરી પાલીકાના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું