¡Sorpréndeme!

ચૂંટણીમાં ફરજ નિભાવતા પોલીસ અધિકારીને ભાજપના નેતાની ધમકી, કહ્યું- તું માારા હિટ લિસ્ટમાં જ છે

2019-04-29 1,371 Dailymotion

ઉત્તરપ્રદેશમાં ચોથા તબક્કાનું 13 સીટો માટેનું મતદાન ચાલી રહ્યું હતું તેવામાં કાનપુરના એક મતદાન મથકનો વીડિયો સામે આવ્યો હતો આ
વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાંના સુરેશ અવસ્થી નામના સ્થાનિક નેતા સહિત અન્ય સાત લોકોએ ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ સામે
દાદાગીરી કરીને તેમની ફરજમાં પણ અડચણ ઉભી કરી હતી વીડિયોમાં સાંભળી શકાય છે જ્યારે પોલીસ અધિકારી આ લોકોને શાંતિથી
સમજાવી રહ્યા હતા તો પણ સુરેશ અવસ્થીએ પોતાની દબંગાઈ ચાલુ રાખી હતી એક તબક્કે તો તેઓ આવેશમાં આવીને બોલી ગયા હતા કે તું
મારા હિટ લિસ્ટમાં જ છે, ચૂંટણી પૂરી થવા દે એટલે તને દેખાડી દઈશ જે બાદ પોલીસે પણ સુરેશ અવસ્થી અને અન્ય સાત લોકો સામે ફરિયાદ
નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી