અમદાવાદ: આમ તો અમદાવાદના એક ખૂણે આવેલા પીરાણા-પીપળજના બાલા હનુમાન મંદિરની આસપાસનો ભાગ સૂમસામ અને અવાવરૂ રહેતો હોય છે રાત્રે તો ઠીક, દિવસે પણ કોઈ નજીક ખાસ ફરકતું નથી પરંતુ જેવો શનિવાર આવે એટલે સાંજ પડતાં જ અહીં લોકોની અવર-જવર વધવા લાગે છે અરે મોંઘીદાટ ગાડીઓ પણ ધૂળની ડમરીઓ ઉડાડતી ધસમસતી આવતી જોઈ શકાય છે એવું નથી કે, આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીનું કોઈ વિશેષ સત છે, પરંતુ આ મોટાભાગના ભક્તો મંદિરમાં મળતી વિશેષ પ્રકારની પ્રસાદી લેવા આવતા હોય છે આ પ્રસાદી હોય છે ગાંજો ભરેલી ચિલમની જી હા, મંદિરમાં આવતા ભક્તો પોતાની સાથે ગાંજો લઈને આવે છે જેને મંદિરના મહંત તમાકુ સાથે ચોળી, ચિલમમાં ભરીને ફૂંકવા આપતા હોય છે