વડોદરાઃ શહેરમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો કાળઝાળ ગરમીના કારણે માર્ગો સુમસાન થયા હતા ત્યારે શહેરના મુક્તાનંદથી કારેલીબાગ વચ્ચે બનેલો નવો ડામર રોડ ઓગળ્યો હતો ડામર ઓગળતા માર્ગ પર પસાર થતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઓગળેલા ડામરને કારણે કેટલાક બાઈક ચાલકો રોડ પર પટકાયા હતા આગામી બે દિવસ દરમિયાન તાપમાનનો પારો 44-45 ડિગ્રી રહે તેવું અનુમાન હોવાથી હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' આપ્યું છે