ગુજરાત છેલ્લાં ઘણાં દિવસોથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં અને અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન, મોરબીમાં 43 ડિગ્રી તાપમાન જોવાં મળ્યું છે તો ભાવનગરમાં 42 ડિગ્રી તાપમાનમાં પાલીતાણાના નાની રાજસ્થળી ગામે એક યુવકનું ગરમીને કારણે મોત થયું છે હજુ હવામાન ખાતાએ બે દિવસ હિટવેવની આગાહી કરી છે