¡Sorpréndeme!

જસદણમાં ટ્રાફિક વોર્ડનનો વીડિયો ઉતારનારને બે પોલીસમેને 15 પટ્ટા મારી માફી માગતો વીડિયો ઉતાર્યો

2019-04-27 6,033 Dailymotion

રાજકોટ:જસદણના બાયપાસ સર્કલ નજીક જસદણ પોલીસ મથકના કોન્સ્ટેબલ ધુડાભાઈ ઉર્ફે ટેંગો હેમંતભાઈ સાકરીયા અને પૂર્વ ટ્રાફિક વોર્ડન ભરતભાઈ શામળાભાઈ આલ સહિતના 100 નંબરની વાન સાથે વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસુલ કરતા હતા જેનો બાબરા તાલુકાના ખંભાળા ગામના દેવરાજભાઈ ધનજીભાઈ ડાભી નામના જાગૃત વાહનચાલકે હપ્તા વસુલીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કરી દેતા પોલીસ તંત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જોકે પોલીસે વીડિયો ઉતારનારને તાકીદે પકડી લઈ પોલીસ સ્ટેશન લઈ જવા બાદ બે પોલીસ કર્મચારીએ પટ્ટા વડે માર મારી માફી માગતો વીડિયો ઉતરાવ્યો હોવાનું બહાર આવ્યું છેપોલીસે આવું શા માટે કર્યું તે પણ તપાસનો વિષય છે