ખેડબ્રહ્મા: મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી ખાતે દર્શન કરીને પરિવાર સાથે ગાંધીનગર પરત ફરતા હતા ત્યારે તેમના કોન્વોયમાં સામેલ એક પોલીસ ગાડીને ભૂંડ ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અન્ય પેસેન્જર જીપને પણ નુકસાન થયું છે તેમાં મુસાફરો બેઠા હતા કે કેમ તે જાણી શકાયું નથી પોલીસ જીપમાં સવાર ડીવાયએસપી સહિત 4 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી જો કે, સદનસીબે મુખ્યમંત્રીની કારને કોઈ નુકસાન થયું ન હતું