વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કમાં સંપાદનમાં ક્ષતિ બહાર આવતી દેખાઈ રહી છે ખેડૂતના સાડા અગિયાર એકર જમીન પર કંપનીએ કબજો કર્યો છતાં એક રૂપિયાનું વળતર ખેડૂતને ન ચૂકવ્યું નથી જેને પગલે ખેડૂતે પરિવાર સાથે અન્નનો ત્યાગ કરીને 6 દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યો છેચારણકાના ખેડૂત પરિવારની સાડા અગિયાર એકર જમીનમાં પર કંપની દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ચાર એકર જેટલી જમીન બાકી રાખી છે તે પણ તેને એકેય રૂપિયાનું વળતર ચૂકવ્યા વિના કંપનીએ કબ્જો જમાવી લેતા ખેડૂત પરિવારે આ બાબતની તંત્રને જાણ કરી છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી જેને પગલે પરિવારની સ્થિતિ કફોડી બની છે