રાજકોટ: પોરબંદરના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ અભણ હોય તેવા મેસેજ સાથે તેની મજાક ઉડી રહી છે મતદાન કર્યા પછી મીડિયાએ તેને મત આપેલી આંગળી બતાવવા કહ્યું તો ગોટાળે ચડી ગયા હતા પહેલા બીજા હાથની આંગળી હલાવી, એક, બે, ત્રણ એમ આંગળી બતાવી બાદમાં અન્ય એક વ્યક્તિએ મતદાન કરેલી આંગળી ઉંધી બતાવવા કહ્યું ત્યારે સમજ પડી હતી મતદાન કરેલી આંગળી બતાવવા મીડિયાએ કહ્યું તો સતત વીક્ટરીનું નિશાન બતાવતા રહ્યા હતા