¡Sorpréndeme!

હુમલાખોર હાથમાં પ્લેટ લઇ નાશ્તાની લાઇનમાં ઉભો રહ્યો, નંબર આવતા જ બ્લાસ્ટ કર્યો

2019-04-24 13,371 Dailymotion

શ્રીલંકા માટે રવિવારનો દિવસ ખૂની દિવસ તરીકે ઇતિહાસમાં યાદ કરવામાં આવશે રવિવારે ત્રણ ચર્ચ અને ચાર હોટલો સહિત 8 સ્થળો પર બ્લાસ્ટ થયા જેમાં મૃત્યુઆંક 290એ પહોંચ્યો છે ત્રણ ફાઇવ સ્ટાર હોટેલમાં બ્લાસ્ટ થયા, જેમાં સિનેમ ગ્રાન્ડ હોટલ પણ સામેલ છે સિનેમનના મેનેજરે જણાવ્યું કે, હુમલો કરતાં અગાઉ આત્મઘાતી હુમલાખોર નાશ્તા માટે લાઇનમાં ઉભો હતો મેનેજરે એમ પણ જણાવ્યું કે, મોહમ્મદ આજમ મોહમ્મદ નામનો વ્યક્તિ પ્લેટ લઇને ઉભો હતો તે એક રાત પહેલાં જ હોટલમાં આવ્યો હતો બ્લાસ્ટ થતાં જ ચારેબાજુ ચીસો સંભળાવા લાગી