¡Sorpréndeme!

અસામાજિક તત્વો હથિયારો સાથે આવી મતદાન બંધ કરાવી મતદારોને ભગાડ્યા, વીડિયો વાઇરલ

2019-04-23 616 Dailymotion

જૂનાગઢમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે આવી મતદાન મથક પર મતદાન બંધ કરાવી મતદારોને ભગાવ્યા હતા પાઇપ અને ધોકા સાથે આવેલા અસામાજિક તત્વોથી મતદારો પણ ડરીને ભાગી ગયા હતા આ વીડિયો જૂનાગઢના બિલખા રોડ પરના મતદાન બૂથનો હોવાનું જાણવા મળ્યું છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે સ્કૂટરમાં આવેલા લોકો પૈકી એક સફેદ શર્ટ પહેરેલો શખ્સ ધોકા સાથે મતદારો પાછળ દોડીને બોલી રહ્યો છે કે ભાગો અહીંથી

શું કહે છે જૂનાગઢ એસપી:એસપી સૌરભસિંઘે જણાવ્યું હતુ કે, આ વીડિયો આજે સવારનો છે, બિલખા રોડ જૂનાગઢનો છે ત્રણ લોકોને ઝડપી લીધા છે ક્યાં પક્ષ સાથે તેની પૂછપરછ કરીશું હાલ તો અસામાજીક તત્વો હોય તેવું લાગે છે