¡Sorpréndeme!

સૌરાષ્ટ્ર લોકસભાની 7 બેઠક પર મતદાન, રાજકોટમાં કેશુભાઈ પટેલે મતદાન કર્યું

2019-04-23 1,349 Dailymotion

રાજકોટ: રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ એમ સાત લોકસભાની બેઠક પર મતદાન શરૂ થઇ ગયું છે સવારે 7 વાગ્યા પહેલા જ મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા મતદાન માટે મતદારોની લાઇનો જોવા મળી રહી છે સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું સાથોસાથ અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું સૌરાષ્ટ્રની 7 બેઠક પર 11 વાગ્યા સુધીમાં 20થી 23 ટકા સુધી મતદાન થઇ ચૂક્યું છે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ઇવીએમ બંધની ફરિયાદો ઉઠી રહી છે